Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

પ્રભુ પર છોડી દે જીવન પ્રભુ પર છોડી દે.
પ્રવાહ તારા મનનો કેવળ પ્રભુશું જોડી દે ... પ્રભુ પર છોડી દે

ચિંતા કરે નકામી શાને,
વાત ધરી લે મારી ધ્યાને;
તારું ધાર્યું ન થાયે કૈં, વિષાદ છોડી દે ... પ્રભુ પર છોડી દે

નાખ નિસાસા રડ ના ભાઇ,
હજીય નથી બગડ્યું કાંઇ;
પ્રભુના પરમ પ્રદેશ તરફ હંકારી હોડી લે ... પ્રભુ પર છોડી દે

સુખદુઃખનો સાચો સંગાથી,
એ છે જગમાં એક જ ભાથી;
સંબંધ કરી બંધન તન ને મનનાં તોડી દે ... પ્રભુ પર છોડી દે

જે કરશે તે ઉત્તમ કરશે,
મંગલમય રૂપ વળી ધરશે;
પ્રભુને પ્રેમ કરીને જૂનું દળદર ફેડી લે ... પ્રભુ પર છોડી દે

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit