Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે માર્યો રાવણને.

સોનાની લંકાને બાળી,
ભવન વળી વનને,
મેઘનાદ ને કુંભકર્ણશા,
છેદ્યા કૈં જનને ....તમે.

અપાર બળની જોડ જડે ના,
રાક્ષસના વનને,
કાયમ કાજ જલાવી દીધું,
તાર્યા નિર્ધનને ....તમે.

નિસ્પૃહતા યે કેવી, દીધું,
રાજ વિભીષણને;
વિનમ્ર પૂરા, યશસ્વી કર્યા,
ભક્ત પવનસુતને ....તમે.

મહિમા સુણી શરણમાં આવ્યો,
માગું ના ધનને,
પુરણ કરી તમારો, મારો
માયાવી મનને ....તમે.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

 

Add comment

Submit