Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વિજયી જીવન તેનું થાય,
તે જ કરે ઉત્સવ જીવનનો,
ગુણલાં તેનાં કવિજન ગાય ....વિજયી

સત્ય સરલતાને અપનાવે,
આશા શ્રદ્ધાથી સોહાય;
વિવેકના શસ્ત્રે છેદી દે,
અંતરરિપુ તે ગંગા ન્હાય ....વિજયી

ધીરજ ને સંયમની સાથે,
દયા ક્ષમા જેને ત્યાં જાય;
સદાચાર હો સખા જેહનો,
સ્વર્ગસમું તેને જગ થાય ....વિજયી

પૌરૂષને નિર્ભયતા ધારે,
ન્યાય નીતિ જેનાં ન હરાય,
ભેદભાવ ને અહં સ્વાર્થની
જેનામાં ના આગ ભરાય ....વિજયી

બીજાને કાજે જે જીવે,
બીજા કાજે બલિ પણ થાય,
પ્રેમશુદ્ધિથી મંડિત તેને,
કમી નથી વસુધામાં કયાંય ....વિજયી

‘પાગલ’ ફક્ત તમારે માટે,
તમને ભજે જુએ ને ગાય,
તેને શોક રહે ના કોઈ,
ભય ને બંધ બધાયે જાય ....વિજયી

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit