દીન હીનને આશા એક.
એક તમારો ફક્ત ભરોસો,
અવનીમાં આધારે નેક ... દીન હીનને.
શરણાગતની સંભાળ તણી,
તમારી જ વખણાતી ટેક;
તમારી જ તાકાતે ઉજવે,
ઉત્સવ તાર તૂટેલ અનેક ....દીન હીનને.
પ્રેમ ક્ષમા કરુણા દાન મહીં
બરાબરી કોણ કરે છેક;
ભક્ત ભજે છે તમને નિશદિન,
અમર રહો એ પ્રેમ વિવેક ! ....દીન હીનને.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

