Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હોળી આજ જગાવી દો !

તન મનના મેલ દૂર કરીને દૈન્ય જલાવી દો,
અંતરને અમૃતમય કરતાં ધન્ય બનાવી દો ....હોળી

કામ ક્રોધના અંકુર ઉરથી ભલે ફગાવી દો,
લોભ મોહ ને મદને મારો, બંધ હઠાવી લો ....હોળી

પ્રેમતણી દો જ્યોત જગાવી ઉત્સવ થાયે તો,
પ્રેમળ મળે પ્રકાશ તમારો ભય શોક પછી શો ? ....હોળી

વિકાર તેમ જ વાસના થકી મુજને મુક્ત કરો,
અશુભ તત્વ જીવનનું સઘળું કાયમકાજ ટળો ....હોળી

સત્યપ્રેમનો જય થાઓ ને જીવન અભિનવ હો,
શાશ્વત ભસ્મ થકી સરજાયે સુંદર સૃષ્ટિ છો ....હોળી

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit