Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભાગવત ભાવથી સુણી, લીલા ગાવી ભગવાનની,
ગાવી ભગવાનની, ગવડાવવી ભગવાનની ... ભાગવત.

કાળરૂપી તક્ષક છે, પરીક્ષિત જીવ છે,
પ્રભુનાં શ્રી ચરણોમાં કરવાની પ્રીત છે;
મુક્તિ પ્રભુની કૃપા થકી પામવી ....ભાગવત.

કલિયુગના દોષ સૌ નામથી ટળી જતા,
વિષના કટોરા પીયૂષ પ્યાલા થતા,
ભક્તિ કરવી સદા ભગવાનની ....ભાગવત.

અવસર આવો ફરી ફરી નહીં આવે,
સોનેરી ઘડી કોણ વ્યર્થ આ ગુમાવે;
શરણું સ્વીકારીને મજા માણવી ....ભાગવત.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Submit