Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રકટ્યા વિશ્વે વિશ્વપતિ.

કારાવાસે પ્રકાશ પ્રકટ્યો ને માધુર્ય અતિ,
વસુદેવ તથા ધન્ય દેવકી હૃદયે રમી રતિ ....પ્રકટ્યા.

દેવ યક્ષ ગંધર્વ તપસ્વી યોગી દિવ્ય યતિ,
પરમ પ્રસન્ન બનીને પામ્યા જાણે પરમ ગતિ ....પ્રકટ્યા.

સકળ સૃષ્ટિની શોભા દૈવી શિશુમાં થઈ છતી ....પ્રકટ્યા.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

 

 

Add comment

Submit