Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એક છે જ્યોતિ હૃદયમાં એક છે જ્યોતિ,
લો તમે ગોતી જરી તો લો તમે ગોતી ... હૃદયમાં.

અંગુઠાના માપની નિર્મળ પરમ જ્યોતિ,
ધ્યાન સાગરનું મહામોઘું મહા મોતી ... હૃદયમાં.

અખિલ દુનિયા એ વિના રોજે રહી રોતી,
ભીતિ ને ભ્રમણા મહીં ડૂબી ગઈ ખોટી ... હૃદયમાં.

ભૂત ભાવિ તણી વિધાત્રી જ્યોતિની જ્યોતિ,
જાણતા એને નિરંતર ધ્યાનથી યોગી ... હૃદયમાં.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

 

Add comment

Submit