Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભાગવત ભવસાગરથી તારે,
મિથ્યા મોહ ને મમતા મારે ...ભાગવત.

પ્રાણે પ્રદીપ પ્રગટાવીને પ્રેમનો,
જીવનમાં વરસાવે વરસાદ રે’મનો;
ફૂલવાડી જગવી દે જીવનને ક્યારે .. ભાગવત.

કામ ક્રોધ લોભ મોહ શોકને હઠાવી,
કલેશ તેમ અવિદ્યાને સઘળી શમાવી;
કાળના કાળને છેવટ મારે .. ભાગવત.

દર્શન દેવોના દેવનું કરાવે,
અમૃતપદ અંતરને આંગણિયે લાવે;
આત્મ અનુગ્રહથી ઉદ્ધારે ... ભાગવત.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

 

Add comment

Submit