Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જીવન ઝોલાં ખાય, મારું જીવન ઝોલાં ખાય.

ભર દરિયામાં નૌકા ચાલે, વાયુ વિરોધી વાય;
ડગમગ થાયે, લાખ ઉપાયો આખર ફોગટ થાય;
ત્યારે પણ હિંમત ના હારું, મળે તમારી સહાય ... જીવન

હાથ હલેસાં એક ન આવે, દિલમાં લાગે લ્હાય;
તોફાન બધા તોડી દે તટ, કૈંક અમંગલ થાય;
તે વખતે પણ ધીરજ મારી શ્રદ્ધા લેશ ન જાય ... જીવન

ગર્જે ઘોર તરંગો જ્યાં ત્યાં કંપે કોમળ કાય;
ક્લેશ તણો ના રહે કાળ ને 'પાગલ' શું મન થાય;
ત્યારે પણ પ્રીતિ ના તૂટે મળે તમારી છાંય;
સર્વ કાળ ને સર્વ સ્થળોમાં પકડો પ્રેમે બાંય ... જીવન

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit