Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રવાસી પ્રેમનગર રસ પી.

પ્રેમનગરમાં ભક્તિ તણો પથ ઈશ્વરને વશજી,
તેને પામી વશ તું કરી લે, ખોબે  ખોબે પી ... પ્રવાસી.

જીવન જાયે, પળ પળ ચાલે, કાલ જતો કરથી;
ધારે તે તું કરી શકે છે, અમુલખ સર્વ ઘડી ... પ્રવાસી.

ઈન્દ્રિય સુખને અલ્પ ગણી લે, વશ કરને મનજી;
શ્રદ્ધા ઘોડેસ્વાર બની લે, ચિંતા મૂક અમથી ... પ્રવાસી.

શાંતિ મળે ના અન્ય નગરમાં, સુખનો લેશ નહીં;
ભ્રમણા સઘળે, પ્રેમનગરમાં સુખની સદા ઝડી ... પ્રવાસી.

‘પાગલ’ કૈંક પ્રેમરસ પી પી, મસ્ત થયા શું ઋષિ,
પીશે તો શું બાકી રે’શે ? ધન્ય જઈશ બની ... પ્રવાસી.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Submit