Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

માછલું પાણી વિના ન રહે,
તેમ તમારા વિના પ્રાણ ના,
ક્ષણ પણ શાન્તિ લહે ....માછલું

અંતરમાં અનુરાગ ઉમટિયો,
દર્દ અનંત સહે,
દૂર તમે જો થાવ વિપળ પણ,
દિલડું મારું દહે ....માછલું

તમારા જ રસથી રંગાયું,
તમને હૈયું ચહે,
મૂંગુ મૂંગુ ઉત્સવ ઉજવે,
કોને વાત કહે ? ....માછલું

'પાગલ' પળ પણ પ્રાણ આપણો,
જો જો અલગ રહે,
તમારા વિના જીવન મારું,
વ્યથા જરી ન સહે ....માછલું

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit