Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મેં તો તીરથ કૈંક કર્યાં.
પૂરી દ્વારિકા મે રામેશ્વર બદરીનાથ ફર્યાં
ચરણદેવ મંદિરમાં ફરતાં
વરસો કૈંક રહ્યાં ... મેં તો

નીર્મળ નદી નીરમાં ન્હાઇ સાધન ખૂબ કર્યાં,
ગ્રહણ સમે સાગર સ્નાન કર્યું,
પૂજા પુષ્પ ધર્યાં ... મેં તો

ગુરૂ મુખથી ગ્રંથો સાંભરિયા, દાન અનેક કર્યાં,
મનોરથ લઇ આવ્યા તે ના
ખાલી હાથ વળ્યા ... મેં તો

આંસુ લઇ આંખે પણ જ્યારે તનમનચરણ ધર્યાં,
શાશ્વત શાંતિ સાંપડી ત્યારે,
અંતર ઉભય વર્યાં ... મેં તો

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit