પ્રેમીને વધુ ના તલસાવો,
ઝંખે તેને જલાવો નહીં,
રોતાંને ઉર મહીં વસાવો,
પ્રાર્થે રાત દિવસ ને ચાહે,
ક્રૂર ન તેને લાત લગાવો ....પ્રેમીને
તૃપ્તિ તમારે મંદિર આવે,
તેના સ્વાગત કાજે આવો;
અંક લઈ સપ્રેમ રમાડી,
પ્રેમામૃતનું પાન કરાવો ....પ્રેમીને
તમે તમારે કાજ સદા જે,
શીતળ છાયે તેને લાવો;
કરૂણ અંતરમાં આલાપો,
આનંદ ભર્યા આજ જગાવો ....પ્રેમીને
પ્રાણ સમર્પિત કર્યો તમોને,
લેશ ન તેને હવે દુખાઓ;
‘પાગલ’ પાસ પધારો જલદી,
કૃતજ્ઞ બનતાં હૃદય લગાવે ....પ્રેમીને
- શ્રી યોગેશ્વરજી

