Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વર્ષા વ્હાલની રે, વ્હાલા! તારી વાટમાં રે લોલ,
કૃપા તણી મધુમાળ આવી મળે સાથમાં રે લોલ.

તુજને વરવા રે કોઈ વિરલા આવી ચઢે રે લોલ,
કરે કસોટી તું ને હૈયું ધરે વ્રજ શું રે લોલ....વર્ષા...

ઘાર્યું કરાવે છે વિરોધ કેરા વિઘ્નમાં રે લોલ,
દર્શનનું દેતો દાન, સંતૃપ્ત કરી પ્રાણને રે લોલ...વર્ષા...

થાકયે કે હૈયું હાર્યે ધીરજ ધન ધરી દેતો રે લોલ,
એકલ અનાથજનનો સાથી સદા બની જતો રે લોલ....વર્ષા...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
આપણા જીવનનો સમસ્ત સ્નેહ પ્રભુનાં શ્રીચરણે વાળી દઈએ, વ્હાલાની એ વાટમાં વહાલની વર્ષાનો અનુભવ થતો જોવા મળે છે.

કોઈક જ વ્હાલાને વરવાનો વિચાર કરે. જે વિચારે તે કાળક્રમે પ્રયત્ન કરે. પ્રયત્ન કરનારની કસોટી પણ કોઈકવાર થાય. તો વળી, કસોટીમાં પાર ઊતરવાની શક્તિ પણ પ્રભુ જ કૃપા કરીને સાધકને આપતો રહે છે.

ચારેકોર વિરોધી વાતાવરણ અનુભવવા મળે છતાં પ્રભુ પોતાની પરમકૃપાનું પવિત્રદાન સાચા સાધકને આપીને સંતૃપ્ત કરી દેતો હોય છે.

પ્રભુ એના સાધકના જીવનમાં ધીરજ, હિંમત, ઉત્સાહ સમયસર ધર્યા કરે છે અને પોતે સૂક્ષ્મસાથી બનીને એને કૃપાપાત્ર બનાવી દે છે.

વ્હાલાની વાટમાં આવી અનુભૂતિ સહજ રીતે થાય છે. પવિત્ર પ્રેમનો પ્રસાદ પ્રભુના પંથે પ્રયાણ કરનારને મળતો રહે છે.
 

Add comment

Submit