Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારો વ્હાલો આવ્યો દ્વાર,
મેં તો સોળે સજ્યા શણગાર.

મારી ચળકે છે ચૂડી આજ,
મારા વ્હાલાને વરવા કાજ...મારો...

શ્રદ્ધા કેરું કુમકુમ સોહે,
ને સ્નેહ તણું સિન્દુર...મારો...

પાવિત્ર્યનું પાનેતર પહેયુઁ,
પ્રાણમાં પ્રેમનું પૂર...મારો...

અંતર રંગાયું રાગ થકી,
ને તપનું તેજ ભયુઁ...મારો...

વ્હાલની વેણુ વાગી રહી છે,
સાકાર ત્યાં સ્વર્ગ થયું...મારો....

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
પ્રીતમરૂપે પ્રભુને પામવા હોય તો કેવા શણગારથી સાધકે સજ્જ થવું જોઈએ ?

સ્થૂળ દુન્યવી શણગારોની ત્યાં આવશ્યકતા નથી. ત્યાં તો અલૌકિક સૂક્ષ્મ શણગારને સજીને સાધક સજ્જ થાય અને એ સજ્જ થયેલા સાધકના જીવનદ્વારે પ્રભુ પોતે આવીને ઊભા રહે.

શ્રદ્ધા, સ્નેહ, પવિત્રતા, પ્રભુનો અનુરાગ અને તપનું તેજ સાધના ક્ષેત્રે પ્રગટે તો પ્રભુની પુનિત પધરામણી થાય જ; સાથે સાથે સ્વર્ગની સૃષ્ટિનુંય સર્જન થાય.

સાધનાક્ષેત્રે જે શણગાર સજાયા તેનું વર્ણન આ પદમાં જોવા મળે છે.
 

Add comment

Submit