if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એકલી અટુલી સાધના-પંથે,
પગલાં ભરતી ધૈર્ય ધરી;
ગુરુ બનીને મારગમાં ભેટ્યા,
યોગેશ્વરરૂપે કૃષ્ણ અહીં... એકલી અટુલી

તનમનથી મને ધન્ય બનાવી,
કૃતકૃત્ય કીધી જિન્દગી નવી;
મીઠી મધુરી શીતળ છાંયા,
પામીને કાયા ધન્ય બની... એકલી અટુલી

જિન્દગી સમર્પી શ્રીગુરુચરણે,
સ્વજનોની મૂકી માયા બધી;
બંધુ ને બેનડી આડે ના આવ્યાં,
સ્વજનોએ સાથ ધર્યો જીવન મહીં... એકલી અટુલી

પિતા પડખે ઊભા પ્રેરણા દેતા,
માતાએ આશિષ મૂક ધરી;
આરાધ્યદેવની લીલા અનોખી,
મંગલ લાગી મને સઘળી મહીં... એકલી અટુલી

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
સાધનાનો પંથ સ્ત્રીસમાજ માટે એટલો બધો સરળ નથી હોતો કે તેની પરના પ્રયાણને માતાપિતા કે સ્વજનો તરત જ હસતે મુખે વધાવી લે.

પ્રથમ તો એ માર્ગે હિંમતભેર એકલા જ ચાલવું પડે છે. ગુરુની કૃપા મળે પછી એ માર્ગ શીતળ છાયા સમો બની જાય છે. સ્વજનો પ્રત્યેના સ્નેહનું સંપૂર્ણ સમર્પણ સાધના ક્ષેત્રે કરી શકાય તો જીવન કૃતકૃત્ય બની જાય. માતાપિતાનો સહકાર મળે કે ના મળે તો પણ એ માર્ગે મક્કમ મનથી પગલાં ભરાય તો સાધકને માટે મહીમંડળ મંગલમય બની જાય.

મારી સાધનામાં કોઈ વ્યક્તિવિશેષે વિરોધનો સૂર નોંધાવ્યો નથી. કોઈકે એવો સૂર કાઢયો હશે તો તે સંભળાયો નથી. પિતાજીએ એ માર્ગ સારો નથી એવું તો કહ્યું જ નથી. માતાએ પોતાના સ્વભાવ મુજબ મૂક રહીને જ આશિષ વરસાવી એમ હું માનું છું. તો બીજા સ્વજનો પણ આડે ના આવ્યા. પરંતુ શ્રી ઈશ્વરભાઈ જેવા નિકટના સ્વજનોએ તો સમજપૂર્વકનો સહકાર આપી જનસમાજને પણ સુયોગ્ય સમજ પૂરી પાડી. પ્રભુકૃપાએ સર્વપ્રકારે અનુકૂળતા મળી ગઈ અને સાધનાપંથે સ્ત્રી શરીર છતાં પ્રયાણ થઈ શક્યું.

સાધનાપંથે શું મળ્યું તે આ પદમાં જોવા મળે છે.
 

Comments

Search Reset
0
Nikunj Bhakta
13 years ago
I was wondering how could I download this bhajans. I want the one's Maa sings! You can contact me thru my email if needed
thank you. Jai Krupalu Maa
Like Like Quote

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.