Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સદાયે સાથે રહો મહારી.
સાથ રહીને આપણ બંને લીલા કરિયે સારી ... સદાયે.

એક વિપળ પણ અલગ બનો ના, એવી કરી દો યારી;
નિશદિન નિરખું રૂપ તમારું, માણું રસને ભારી ... સદાયે.

પ્રેમપિયાલી પીને ફરિયે તનમનપ્રાણ ઉજાળી;
સુખમય કરિયે, સ્વર્ગે ભરિયે, કર્મે સૃષ્ટિ સારી ... સદાયે.

પ્રકાશ પુરિયે, જીવન ધરિયે, તમ ને જડતા ટાળી;
મનના મેલ બધાના હરીયે દાનવતાને મારી ... સદાયે.

માનવતાની વાડી કરિયે આ સૃષ્ટિને સારી;
ફોરમ બનીયે માનવમનની લીલા કરતાં ન્યારી ... સદાયે.

સહકાર મળી જતાં તમારો ચિંતા મટશે મારી;
કઠિન ન કૈંયે કામ રહેશે; તરે તે શકે તારી ... સદાયે.

અંતે અંતર્ધાન થઈએ પૃથ્વી પ્રેમે પાળી;
ફરીફરી પ્રકટીએ પ્રેમે, એજ માગણી મારી ... સદાયે.

રૂપ અજોડ બતાવો મુજને વ્યથા બધીયે ટાળી;
‘પાગલ’ કહે તમારે માટે બેઠો જીવન હારી ... સદાયે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit