Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પૂનમની શોભાનું વર્ણન શે કરું ?
પર્વત પાછળ પ્રકટે પૂરો ચંદ્ર જો; ... પૂનમની.

અમૃતનું છે પાત્ર સુરોએ શું ભર્યું !
આપે એવો અંતરને આનંદ જો ... પૂનમની.

વૃક્ષોની હાર છવાઈ વચમાં રહી,
તેથી લાગે અધિક મનોહર રંગ જો... પૂનમની.

રૂપ નથી આવું ક્યાંયે સંસારમાં;
રસની આવી ક્યાંય ન દીઠી ગંગ જો... પૂનમની.

ભંગ થાય છે રસનો ક્ષણવારે નહીં;
એની આગળ દીસે ક્ષુદ્ર અનંગ જો ... પૂનમની.

અંતરમાં અર્ણવ ઉછળે આનંદનો;
સુખ તો પ્રકટ્યું જોતાંવેંત અનંત જો ... પૂનમની.

વાણીથી વર્ણન કેમ કરીને કરું?
મનની ભાષા સમજાવે શેં અંગ જો ! .. પૂનમની.

ખીલી ઊઠો શોભા તેમ તમે લઈ,
‘પાગલ’ કે’ દીસે તો ઝાંખો ચંદ્ર જો ! ... પૂનમની.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit