Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ખરેખર કર્મની ગતિ ન્યારી.
મટી શકે ના કેમે કરતાં,
ટળી શકે ના ટાળી ... ખરેખર.

લેખ લખ્યા મિથ્યા ના થાયે,
યત્ન ભલે હો ભારી;
કર્મ કરેલ પ્રબળતા ધારે,
માનવ જાયે હારી ... ખરેખર.

જ્યારે જ્યાં જે મળવાની કે
વસ્તુ થવાની સારી,
થઈને રહે તે તો સાચે,
અશુભ તેમ શુભકારી ... ખરેખર.

આકાશે ઊડે પાતાળે
જાય ભલે કો’ હારી;
ત્યાંપણ કર્મ ન છોડે તેને,
રહસ્ય એવું ભારી ... ખરેખર.

‘પાગલ’ કર્મ પ્રબળ છે એવું,
કેમ શકું ઉર વારી ?
મિલન આપણું નક્કી થાશે,
એ શ્રદ્ધા છે મારી ... ખરેખર.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit