Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચિત્ત ના ચરણોને ત્યાગે !
વૈભવ મળ્યો પરમ ત્યાં, બીજો
વૈભવ ના માગે ... ચિત્ત ના.

ચારુ ચરણનો નેહ મૂકીને
બીજે ના લાગે;
ધ્યાન ધરે છે, હરખ ભરે છે,
રત છે અનુરાગે ... ચિત્ત ના.

તમારી જ દૈવી દુનિયામાં
કેવલ એ જાગે;
ભર્યું તમારા મધુર ભાવથી,
સુશોભિત સુહાગે ... ચિત્ત ના.

સ્વર્ગ તેમ મુક્તિ એની ત્યાં,
સુખ એમાં લાગે;
જીવનના ઉત્સવની મંગલ
વીણા ત્યાં વાગે ... ચિત્ત ના.

મધમાખીની જેમ વિહરતું
મસ્ત બની બાગે;
‘પાગલ’ને પ્રેમ કરો પૂરણ,
એ ભિક્ષા માગે ... ચિત્ત ના.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit