Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચઢાવું બિલીપત્ર ના હું !

કોમળ પર્ણ કુસુમ કાં તોડું,
સાજ સજાવું શું !
જ્યાં પ્રકટ્યાં ત્યાં પૂજા કરતાં,
બધે વિરાજે તું ! ... ચઢાવું.

કોટિ કમળ શણગારું શાને,
સલિલમહીં છે તું;
ભંગ કરીને શોભા તારી
સુશોભિત કરું શું ? ... ચઢાવું.

જ્યાં ઊગ્યાં ત્યાં ચઢી ચુક્યાં છે,
ફરી ચઢાવું શું ?
વિમૂઢ મન ના કેમે માને,
વ્યર્થ મનાવું શું ? ... ચઢાવું.

તન મન અંતર ત્રણ પત્રોનો
અર્પણ પ્રાણ કરું;
‘પાગલ’ કહે પ્રેમ પ્રકટાવો
તે નૈવેદ્ય ધરું ! ... ચઢાવું.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit