if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम जयंत पर करूणा करते है 
 
प्रेरित मंत्र ब्रह्मसर धावा । चला भाजि बायस भय पावा ॥
धरि निज रुप गयउ पितु पाहीं । राम बिमुख राखा तेहि नाहीं ॥१॥
 
भा निरास उपजी मन त्रासा । जथा चक्र भय रिषि दुर्बासा ॥
ब्रह्मधाम सिवपुर सब लोका । फिरा श्रमित ब्याकुल भय सोका ॥२॥
 
काहूँ बैठन कहा न ओही । राखि को सकइ राम कर द्रोही ॥
मातु मृत्यु पितु समन समाना । सुधा होइ बिष सुनु हरिजाना ॥३॥
 
मित्र करइ सत रिपु कै करनी । ता कहँ बिबुधनदी बैतरनी ॥
सब जगु ताहि अनलहु ते ताता । जो रघुबीर बिमुख सुनु भ्राता ॥४॥
 
नारद देखा बिकल जयंता । लागि दया कोमल चित संता ॥
पठवा तुरत राम पहिं ताही । कहेसि पुकारि प्रनत हित पाही ॥५॥
 
आतुर सभय गहेसि पद जाई । त्राहि त्राहि दयाल रघुराई ॥
अतुलित बल अतुलित प्रभुताई । मैं मतिमंद जानि नहिं पाई ॥६॥
 
निज कृत कर्म जनित फल पायउँ । अब प्रभु पाहि सरन तकि आयउँ ॥
सुनि कृपाल अति आरत बानी । एकनयन करि तजा भवानी ॥७॥
 
(सोरठा)
कीन्ह मोह बस द्रोह जद्यपि तेहि कर बध उचित ।
प्रभु छाड़ेउ करि छोह को कृपाल रघुबीर सम ॥ २ ॥


 
જયંત શરણે આવતાં શ્રીરામ કરુણા કરે છે
 
બ્રહ્મબાણ મંત્રસહિત છોડ્યું, અગ્નિસમાન તરત તે દોડ્યું;
પિતા પાસ ભયભીત ગયો, રૂપ ધરીને મૂળ રહ્યો.
 
રામવિમુખને રાખ્યો ના, ઇન્દ્રે આશ્રય આપ્યો ના;
ફર્યો લોકલોકાંતરમાં નિરાશ શોકિત બનતાં હા !
 
બેસવા મળ્યું ક્યાંય ન સ્થાન, રાખે દ્રોહી કોણ મહાન,
માતાપિતા મૃત્યુયમ જેમ અમૃત ગરલ બને છે તેમ.
 
મિત્ર શતરિપુ સમાન ઠરે, વૈતરણી સુરનદી બને,
રામવિમુખને વિશ્વ ખરે પાવક બનતાં દગ્ધ કરે.
 
(દોહરો)
જયંતને જોઇ થઇ નારદને કરુણા,
સંત સુકોમળ ચિત્તના સઘળા હોય સદા.
 
પ્રભુની પ્રભુતાને કહી મહર્ષિએ સપ્રેમ;
ગયો રામ પાસે તરત કરવાને નિજ ક્ષેમ.
 
રઘુવર પાસ પહોંચતાં બોલ્યો અંતે એ,
શરણાગત વત્સલ પ્રભો રક્ષો આજ મને.
*
ભીત આતુર ગ્રહી ચરણ કહ્યું નેહથી કરી નમન,
અતુલિત બળ અનહદ પ્રભુતા જાણી ના પામી જડતા.
 
કુકર્મના ફળને પામ્યો, રક્ષો હવે શરણ આવ્યો;
અતિકૃપાળુ છે રઘુનંદન દુઃખ દરદ ક્લેશ નિકંદન;
 
સુણી એહનાં આર્તવચન કરવા માટે મોહશમન
કરીને તરત એકનયન છોડી દીધો ધરી શરણ.
ઉચિત હતો વધ તોય ધરી મુક્તિ એને કૃપા કરી.
 
(દોહરો) 
કર્યો મોહવશ દ્રોહ ક્ષમા તોય એને ધરી,
કૃપાળુ રામસમાન ના અન્ય શકે કોઇ મળી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.