Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अत्रि मुनि द्वारा श्रीराम को विदाय 
 
सुनि जानकीं परम सुखु पावा । सादर तासु चरन सिरु नावा ॥
तब मुनि सन कह कृपानिधाना । आयसु होइ जाउँ बन आना ॥१॥
 
संतत मो पर कृपा करेहू । सेवक जानि तजेहु जनि नेहू ॥
धर्म धुरंधर प्रभु कै बानी । सुनि सप्रेम बोले मुनि ग्यानी ॥२॥
 
जासु कृपा अज सिव सनकादी । चहत सकल परमारथ बादी ॥
ते तुम्ह राम अकाम पिआरे । दीन बंधु मृदु बचन उचारे ॥३॥
 
अब जानी मैं श्री चतुराई । भजी तुम्हहि सब देव बिहाई ॥
जेहि समान अतिसय नहिं कोई । ता कर सील कस न अस होई ॥४॥
 
केहि बिधि कहौं जाहु अब स्वामी । कहहु नाथ तुम्ह अंतरजामी ॥
अस कहि प्रभु बिलोकि मुनि धीरा । लोचन जल बह पुलक सरीरा ॥५॥
 
(छंद)
तन पुलक निर्भर प्रेम पुरन नयन मुख पंकज दिए ।
मन ग्यान गुन गोतीत प्रभु मैं दीख जप तप का किए ॥
जप जोग धर्म समूह तें नर भगति अनुपम पावई ।
रधुबीर चरित पुनीत निसि दिन दास तुलसी गावई ॥
 
(दोहा)
कलिमल समन दमन मन राम सुजस सुखमूल ।
सादर सुनहि जे तिन्ह पर राम रहहिं अनुकूल ॥ ६(क) ॥
 
(सोरठा)
 कठिन काल मल कोस धर्म न ग्यान न जोग जप ।
परिहरि सकल भरोस रामहि भजहिं ते चतुर नर ॥ ६(ख) ॥


 
અત્રિ મુનિ  શ્રીરામને ભાવભીની વિદાય આપે છે
 
પામી જાનકી સુખને અપાર, મુક્યું મસ્તક ચરણે તે વાર,
કહ્યું મુનિવરને કૃપાનિધાને અન્ય વનમાં જવા રુચિ પ્રાણે.
 
કૃપા મુજ પર નિશદિન કરજો, જાણી સેવક ના પરહરજો;
સુણી ધર્મધુરંધર વાણી વદ્યા મુનિવર પ્રેમે જ્ઞાની.
 
શિવ સનકાદિ બ્રહ્મા માગે જેવાં પરમારથી સહુ જાગે
કૃપા જેમની તે ભગવાન દીનબંધુ તમે ભક્તપ્રાણ.
 
છતાં નમ્રતાની બોલો વાણી, હવે લક્ષ્મીની ચાતુરી જાણી,
સર્વ દેવ તજી ભજ્યા તમને; શાલ સમજાય ક્યાંથી અમને?
 
કહું કેમ કે આપ પધારો; સ્વાર્થ જોઇએ અમે અમારો;
મુનિ પ્રભુને પેખી રહ્યા પ્રેમે, અશ્રુ રોકી શક્યાં ના કેમે.
 
તન પુલકિત બન્યું પ્રેમપ્લાવિત, નયન મુખપંકજ ઠર્યાં,
મેં જ્ઞાનગુણ ગોતિત પ્રભુનાં આજ છે દર્શન કર્યાં.
 
ક્યારે કર્યાં મેં જપ તથા તપ મુનિ વિચારી એ રહ્યા,
જપ યોગ ધર્મથકી પમાયે ભક્તિ અનુપમ સર્વદા.
 
(દોહરો)  
કલિમલ શમન દમ નયન રામ સુયશ સુખમૂળ
સાદર સુણવાથી સદા રહે રામ અનુકૂળ.
 
મલભંડાર સમાન છે કઠિન કહ્યો કલિકાળ,
જ્ઞાન યોગ જપ એ મહીં નથી સાધનાસાર.
 
તજે ભરોસો સર્વનો ભજે એ મહીં રામ
તે જ ચતુર તે પ્રાજ્ઞ નર પામી લે વિશ્રામ.