Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम पंचवटी मे निवास करने लगे 
 
जब ते राम कीन्ह तहँ बासा । सुखी भए मुनि बीती त्रासा ॥
गिरि बन नदीं ताल छबि छाए । दिन दिन प्रति अति हौहिं सुहाए ॥१॥
 
खग मृग बृंद अनंदित रहहीं । मधुप मधुर गंजत छबि लहहीं ॥
सो बन बरनि न सक अहिराजा । जहाँ प्रगट रघुबीर बिराजा ॥२॥
 
एक बार प्रभु सुख आसीना । लछिमन बचन कहे छलहीना ॥
सुर नर मुनि सचराचर साईं । मैं पूछउँ निज प्रभु की नाई ॥३॥
 
मोहि समुझाइ कहहु सोइ देवा । सब तजि करौं चरन रज सेवा ॥
कहहु ग्यान बिराग अरु माया । कहहु सो भगति करहु जेहिं दाया ॥४॥
(दोहा)  
ईस्वर जीव भेद प्रभु सकल कहौ समुझाइ ।
जातें होइ चरन रति सोक मोह भ्रम जाइ ॥ १४ ॥


 
શ્રીરામ પંચવટીમાં નિવાસ કરે છે
 
કર્યો જ્યારથી રામે ત્યાં વાસ થયા નિર્ભય મુની સુખી ખાસ,
નદી ગિરિવન તેમ તળાવ બન્યાં પ્રતિદિન સુંદર સાવ.
 
ખગમૃગવૃંદ કરતાં આનંદ, ગૂંજે મધુપ મધુર સાનંદ;
રહે રામ પોતે જે વન એનું ભાગ્ય જાણે કવિજન.
 
પેખી પ્રભુને વને સુખાસનમાં કહ્યું લક્ષ્મણે છળહીન સ્વરમાં,
દેવમુનિને ચરાચરસ્વામી, પ્રભુ જાણે પૂછી રહ્યો નામી.
 
કહો સમજાવીને સર્વ મુજને જેથી સેવું તમારી રજને;
કહો જ્ઞાન વૈરાગ્ય ને માયા ભક્તિ જેથી તમે કરો દાયા.
 
(દોહરો) 
જીવ ઇશના ભેદને સમજાવો રઘુરાય,
થાય ચરણરતિ, શોક ભ્રમ મોહ બધોયે જાય.