if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मारीच ने रावण को समजाया
 
दसमुख सकल कथा तेहि आगें । कही सहित अभिमान अभागें ॥
होहु कपट मृग तुम्ह छलकारी । जेहि बिधि हरि आनौ नृपनारी ॥१॥
 
तेहिं पुनि कहा सुनहु दससीसा । ते नररुप चराचर ईसा ॥
तासों तात बयरु नहिं कीजे । मारें मरिअ जिआएँ जीजै ॥२॥
 
मुनि मख राखन गयउ कुमारा । बिनु फर सर रघुपति मोहि मारा ॥
सत जोजन आयउँ छन माहीं । तिन्ह सन बयरु किएँ भल नाहीं ॥३॥
 
भइ मम कीट भृंग की नाई । जहँ तहँ मैं देखउँ दोउ भाई ॥
जौं नर तात तदपि अति सूरा । तिन्हहि बिरोधि न आइहि पूरा ॥४॥
 
(दोहा)   
जेहिं ताड़का सुबाहु हति खंडेउ हर कोदंड ।
खर दूषन तिसिरा बधेउ मनुज कि अस बरिबंड ॥ २५ ॥


 
મારીચ રાવણને સમજાવે છે
 
(દોહરો) 
દશમુખે કથા સૌ કહી પછી સહિત અભિમાન;
માયા મૃગ બનવા કહ્યું હરવાને નૃપનાર.
 
મારીચ વદ્યો નરરૂપે ચરાચરતણા ઇશ,
વેર એમની સાથ ના કરીશ તું દસશીશ.
 
એ છે શાસક સર્વના જન્મ મરણ સ્વામી,
પ્રભાવ બળને એમના પુરો ગયો પામી.
 
વિશ્વામિત્રમખે મને ફરા વિનાનું બાણ
માર્યું, સો યોજન પડ્યો પળમાં હું બેભાન.
 
વેર એમની સાથ ના કરવામાં કલ્યાણ,
છોડી દે તું એમનું મલિનભાવથી ધ્યાન.
 
ભૃંગકીટ જેવી થઇ મારી હવે દશા,
ઉભયબંધુને નીરખતો સર્વસ્થળે જગમાં.
 
માનવ છે તોપણ ઘણાં શૂરવીર છે તે;
વિરોધ કરવાથી નહીં ધાર્યો હેતુ સરે.
 
હણી સુબાહુ તાડકા તોડ્યું હરકોદંડ,
ખરદૂષણ ત્રિશિરા હણ્યાં તે ન મનુજ; ભગવંત.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.