if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम ने सुवर्णमृग वेशधारी मारीच का नाश किया
 
तेहि बन निकट दसानन गयऊ । तब मारीच कपटमृग भयऊ ॥
अति बिचित्र कछु बरनि न जाई । कनक देह मनि रचित बनाई ॥१॥
 
सीता परम रुचिर मृग देखा । अंग अंग सुमनोहर बेषा ॥
सुनहु देव रघुबीर कृपाला । एहि मृग कर अति सुंदर छाला ॥२॥
 
सत्यसंध प्रभु बधि करि एही । आनहु चर्म कहति बैदेही ॥
तब रघुपति जानत सब कारन । उठे हरषि सुर काजु सँवारन ॥३॥
 
मृग बिलोकि कटि परिकर बाँधा । करतल चाप रुचिर सर साँधा ॥
प्रभु लछिमनिहि कहा समुझाई । फिरत बिपिन निसिचर बहु भाई ॥४॥
 
सीता केरि करेहु रखवारी । बुधि बिबेक बल समय बिचारी ॥
प्रभुहि बिलोकि चला मृग भाजी । धाए रामु सरासन साजी ॥५॥
 
निगम नेति सिव ध्यान न पावा । मायामृग पाछें सो धावा ॥
कबहुँ निकट पुनि दूरि पराई । कबहुँक प्रगटइ कबहुँ छपाई ॥६॥
 
प्रगटत दुरत करत छल भूरी । एहि बिधि प्रभुहि गयउ लै दूरी ॥
तब तकि राम कठिन सर मारा । धरनि परेउ करि घोर पुकारा ॥७॥
 
लछिमन कर प्रथमहिं लै नामा । पाछें सुमिरेसि मन महुँ रामा ॥
प्रान तजत प्रगटेसि निज देहा । सुमिरेसि रामु समेत सनेहा ॥८॥
 
अंतर प्रेम तासु पहिचाना । मुनि दुर्लभ गति दीन्हि सुजाना ॥९॥
 
(दोहा) 
बिपुल सुमन सुर बरषहिं गावहिं प्रभु गुन गाथ ।
निज पद दीन्ह असुर कहुँ दीनबंधु रघुनाथ ॥ २७ ॥


 
રામ સુવર્ણમૃગ વેશધારી મારીચનો નાશ કરે છે
 
વનની પાસે દશાનન આવ્યો ત્યારે મારીચે મૃગવેશ ધાર્યો;
રૂપ વિચિત્ર ના વર્ણવાય, મણિમંડિત કનકની કાય.
 
અંગેઅંગ મનોહર વેશ જોઇ વૈદેહી મૃગને વિશેષ
બોલી, રઘુવર દેવ કૃપાલ, જુઓ મૃગની સુસુંદર છાલ.
 
સત્યવ્રત એને લાવો મારી; ઉઠ્યા રઘુપતિ હર્ષને ધારી,
જાણી લીધું બધુંયે કારણ કરવા સુખદુઃખ કેરું મારણ.
 
જોઇ મૃગને કમર લીધી બાંધી, દિવ્ય શરને ધનુષથી સાંધી
કહ્યું લક્ષ્મણને વનમાંહી ફરે અગણિત અસુરો આંહી;
બુદ્ધિબળને સંજોગ વિચારી રક્ષા સીતાની કરજે ન્યારી.
 
(દોહરો) 
પ્રભુને નીરખી નાચવા માંડ્યો મૃગ વનમાં,
રઘુવર એને અનુસર્યા ધનુષસહિત કરમાં.
 
નિગમ નેતિથી ધ્યાનમાં શિવ પણ ના પામ્યા
માયા મૃગને દેખતાં તે પાછળ ધાયા.
 
પાસ આવતો તે વળી દૂર જતો ભાગી,
પ્રગટ થતો ક્યારેક ને ગુપ્ત થતો રાગી.
 
પ્રગટ ગુપ્ત બનતો તથા પુષ્કળ છળ કરતો
દૂર ગયો પ્રભુને લઇ હિંમતને હરતો.
 
રામે તાકી છેવટે માર્યું બાણ કરાળ,
તરત ધરિત્રી પર પડ્યો તીવ્ર કરી પોકાર.
 
ઉચ્ચાર્યું એણે પ્રથમ લક્ષ્મણકેરું નામ,
મનમાં યાદ કર્યા પછી સ્નેહ થકી શ્રીરામ.
 
અંતસમય નિજ દેહને પૂરો પ્રગટ કર્યો,
રામ રામ રટતાં રસે નશ્વર દેહ તજ્યો.
 
ઓળખતાં અંતરતણો એનો અતિ અનુરાગ
મુનિને દુર્લભ ગતિ ધરી કર્યો પરમ બડભાગ.
 
પુષ્પો વરસાવ્યાં, સુરે ગાતાં પ્રભુ ગુણગાન;
નિજપદ અર્પ્યું અસુરને દીનબંધુ જગપ્રાણ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.