Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વર્ષાઋતુનો વાય વાયરો,
ઓઢણી મારી ઊડે, જોઈને પંખીડાં કૂદે.

ઓઢણી મારી ઊડે, ને
કેશલટોયે ઊડે, જોઈને પંખીડાં કૂદે.

વહાલભીનો વાય વાયરો,
કુંડલ મારાં ઝૂલે, જોઈને ઝાડવાં ઝૂલે.

વાતો કરે પેલી વીજળી,
મને જોઈને ભાન જાણે ભૂલે,
 જોઈને ઝાડવાં ઝૂલે.

આષાઢી સાંજનો વાય વાયરો.
ઝાડવાં સાથે ઝૂલે,
  જોઈને મન મારૂં ફૂલે.

કેકા કલાપી કૈં કરે,
વધુ વાયરો વેગમાં ઊડે, 
  જોઈને પંખીડાં કૂદે. 

ઓઢણી ખેંચી આખરે,
કરી સુસવાટા વાયરો ઊડે,
 ઓઢણી મારી ઊડે.

વર્ષાઋતુનો વાય વાયરો,
ઓઢણી મારી ઊડે, જોઈને પંખીડાં કૂદે.

 - શ્રી યોગેશ્વરજી