Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રેમળ જાગો જ્યોત,
 જીવનમાં પ્રેમળ જાગો જ્યોત.
અખંડ એવી જ્યોત,
 જીવનમાં પ્રેમળ જાગો જ્યોત.

ભૂલતાંને પંથ સરસ ધરતી, 
 પડતાંને ઝટ બેઠા કરતી,
મંગલ એવી જ્યોત,
 જીવનમાં પ્રેમળ જાગો જ્યોત. પ્રેમળ.

અંધાર હૃદયમાંથી હરતી,
  તેજસ્વી રગરગને કરતી,
સુંદર એવી જ્યોત,
 જીવનમાં પ્રેમળ જાગો જ્યોત. પ્રેમળ.

રડતાંને હર્ષ નવો ધરતી,
  મરતામાં સંજીવન ભરતી ;
દૈવી એવી જ્યોત,
 જીવનમાં પ્રેમળ જાગો જ્યોત. પ્રેમળ.

- શ્રી યોગેશ્વરજી