Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મોટો સાગર નથી ભલે હું, તોયે તેથી શું?
માતેલાં મોજાં મુજમાં ના જાગે તેથી શું?

નદી થકી યે નાનો છું હું, તોયે તેથી શું?
વિશાળ પટ ના મારો હોયે, સુંદર તેથી શું?

નાનું ઝરણું બની વહું છું, તોયે તેથી શું?
મીઠું મધ જેવું છે પાણી, શોક કરું કાં હું?

અનંત અમૃતનાં બિંદુડા, લઈ વહું છું હું;
અગાધ ના મહિમા હો મારો, તોયે તેથી શું?

ભારે સાગર નથી ભલે હું, તોયે તેથી શું?
મધુર મહીને મારા મધુથી મધુર બનાવું છું.

 - શ્રી યોગેશ્વરજી