Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રત્યેક નવી કવિતાકૃતિ
પ્રકાશ પામતી ત્યારે
એ કવિવરને સાક્ષરને મહાપંડિતને મોકલવામાં આવતી,
પ્રત્યેક કૃતિ પ્રસિદ્ધ થતી ત્યારે.

સાક્ષર પંડિત સુપ્રસિદ્ધ કવિવરનું
અચાનક અવસાન થયું ત્યારે
લેખકે એ ક્રમને પડતો મૂક્યો.

ત્યાં જ કવિપત્નીનો કાગળ આવ્યો,
તમારી કૃતિઓને એ તો વાંચતા જ નહોતા,
હું જ વાંચતી;
એ મને પ્રેરણા પાતી.
તમને કદાચ ખબર નહિ હોય, નથી;
કિન્તુ મારી મદદ માટે મને મોકલજો,
મોકલતા રહેજો.

કવિપત્નીનો કાગળ આવ્યો.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)