Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બધા કહે છે વસતિ વધે છે.
હું પૂછું છું કોની વધે છે,
પશુની, પક્ષીની, વનસ્પતિની, પથ્થરની?
વસતિ કોની વધે છે?
માનવની કે દાનવની વધે છે?

માનવની વધતિ હોય તો તો ચિંતા નથી.
ભલે વધતી, અનંતગણી વધતી.
માનવની વસતિવૃદ્ધિ વિરલ અતિવિરલ
છતાં આવશ્યક છે.

બધા કહે છે ફરિયાદ કરે છે વસતિ વધે છે.
હું પૂછું છું નરની, ખરની, ખચ્ચરની,
માંકડ, મચ્છરની
કોની વધે છે?
વસતિ કોની વધે છે?

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)