Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દૃષ્ટિ નહિ, દર્શન;
દ્યુતિ નહિ, શ્રવણ.
વાણી નહિ કિન્તુ વચન;
ત્વચા નહિ, સ્પર્શન.

હૃદય નહિ કિન્તુ સંવેદન,
મગજ નહિ, મનન.
શ્વાસનળી જ નહિ કિન્તુ શ્વસન;
જિંદગી નહિ, જીવન.

શરણાગતિ નહિ, શરણ.
મરણ નહિ, અભિસરણ.
પૃથ્વીની પરિક્રમાએ પહોંચેલાં
સ્વસ્થાને પાછાં ફરનારાં ચારુ ચંદનઅર્ચિત ચરણ.

હું માગું છું,
કાયા નહિ, માયા નહિ, માયાહરન
કાયાના કરુણાર્દ્ર કૃતાર્થકરન.
એ વરિષ્ઠનું જ કરું છું વરણ.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)