Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સંગ્રામમાં શૌર્ય બતાવવા બદલ
સેનાપતિને મરણોત્તર પુરસ્કાર મળ્યો.
એની વિધવા પત્નીને અનેકો તરફથી આશ્વાસન અપાયું;
આજીવિકાનો પ્રબંધ કરાયો.
મેડલ મળ્યો.
એના સંતાનોને માટે શિક્ષાદિની સમુચિત સગવડ કરાઈ.

સારું થયું.

કિન્તુ સંગ્રામમાં
સફળતા સહિત સામનો કરનાર
લડનાર
વિજયની પહેલી અને છેલ્લી ગોળી મારનાર સૈનિકનું
સમુચિત તો શું સ્વલ્પ પણ સન્માન ના થયું.
કારણ કદાચ એ કે એ સામાન્ય સૈનિક હતો,
જીવતો હતો.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)