Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચારે તરફ અસત્ય, લાંચરુશ્વત, છળકપટ,
પદ-પ્રતિષ્ઠા-સત્તાની લાલસા તથા સ્પર્ધા,
લોકશાહીને નામે પક્ષનું શાસન,
ભ્રષ્ટાચાર, કારમી મોંઘવારી,
સત્તાધારી મનુષ્યોનો દંભ અને ઘમંડ,
તે જ રક્ષક મટીને બની ગયા ભક્ષક,
પ્રજાની યાતનાઓ-પીડાનો પાર નહીં;

શું આને માટે જ મેળવેલી આ આંશિક આઝાદી ?
શું આટલા માટે જ સેવેલું સ્વતંત્રતાનું સ્વપ્ન ?
આને માટે જ આપેલાં અનેકે આત્મબલિદાન ?

પ્રજા હવે થાકી છે, કંટાળી છે, સળવળી છે, જાગી છે;
ચારે તરફ આઝાદીને આઝાદીની લાય લાગી છે.

- શ્રી યોગેશ્વરજી