Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઓળખો છો મુજને ?
જરી મલકાવતાં મુખે તમે પૂછ્યું
અમીમય આંખને આંખમાં ભરતાં,
જણાવ્યું મેં એને, ઓળખું છું ;
યુગોથી ક્ષણવાર ના શકું ભૂલી;
તમોને ના ઓળખું ?
સ્નેહને સૌન્દર્યને કે સત્યને
અરે જ્યોતિર્પથ સનાતન તત્વને ?
છવાઈ વદને તમારા સંધિકા.

- શ્રી યોગેશ્વરજી