Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

Download Section

The download section currently contains 752 Download objects in 20 Categories. These have been downloaded 3,696,882 times.
OverviewSearchUp
Download details
Parikshit (પરીક્ષિ Parikshit (પરીક્ષિત) HOT

શ્રી યોગેશ્વરજીની કલમે પરીક્ષિતના ઐતિહાસિક પાત્ર પર ગુંથાયેલ નવલકથા

ભારતવર્ષની કાળક્રમે પ્રાચીન છતાં સત્વશીલતાની દ્રષ્ટિએ સર્વકાલીન સાંસ્કૃતિક પરંપરામાં મહારાજા પરીક્ષિતને મળેલા શાપનો પ્રસંગ વિશેષ મહત્વનો છે. એ શાપથી સર્વસંગપરિત્યાગ કરીને પોતાના જીવનના આત્યંતિક કલ્યાણને માટે એમણે સંતશિરોમણિ સ્વનામધન્ય શુકદેવજીનું શરણ લીધું અને એમની પાસેથી શ્રીમદ્ ભાગવત સાંભળીને પ્રશાંતિની પ્રાપ્તિ દ્વારા જીવનને કૃતાર્થ કર્યું. એનો ચિતાર ભાગવતમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યો છે.

મહાભારતમાં પણ શાપનો પ્રસંગ સંક્ષેપમાં વર્ણવવામાં આવ્યો છે, પરંતુ એ પછીની સમગ્ર કથા ભાગવતની કથાથી જુદી પડે છે. એમાં નથી શુકદેવનો સમાગમ કે નથી કથાનું શ્રવણમંગલ શ્રવણ. આ નવલકથામાં મુખ્ય આધાર ભાગવતનો લેવામાં આવેલો છે, અને પરીક્ષિતના મૃત્યુ પછી જનમેજય પ્રતિશોધની વૃત્તિથી પ્રેરાઈને નાગજાતિનું નિકંદન કાઢવા માટે જે યજ્ઞ કરે છે તેનું ચિત્રણ પણ, થોડાક આવશ્યક ફેરફાર સાથે, ભાગવતના દ્વાદશ સ્કંધના છઠ્ઠા અધ્યાયને અનુસરીને કરવામાં આવ્યું છે. કથાને રસમય અને નૂતન બનાવવા ઉર્વશીના પાત્રની મૌલિક રચના કરવામાં આવી છે.

આ કથા પુરાતન હોવા છતાં એનો સંદેશ સનાતન છે - પૃથ્વી પ્રતિશોધથી નહિ પણ પ્રેમથી ટકે છે ને જીવવા જેવી બને છે.

Data

Version
Size2.07 MB
Downloads6,008
Download Language Gujarati
AuthorShri Yogeshwarjiexternal
WebsiteWebsiteexternal
Created2010-09-21
Changed2014-09-03

Download

© swargarohan

Add comment

Submit