| Download details |
સંસારમાં જેટલી પણ સુંદર, સરસ, સ્વર્ગીય તથા સુખદ વસ્તુઓ છે, તેમાં પ્રેમ સૌથી વધારે સુંદર, સરસ, સ્વર્ગીય ને સુખદ છે. પ્રેમ, ચાહે પાર્થિવ હોય કે અપાર્થિવ, પણ સદાયે પૂજ્ય ને પ્રશસ્ય છે, એમ મને લાગ્યા કર્યું છે, ને તેને મેં આદરણીય આસન પૂરું પાડ્યું છે. કોઈપણ કારણે તેનો તિરસ્કાર કરવાની પ્રવૃત્તિથી પર રહીને, તેનો સાંગોપાંગ સ્વીકાર કરીને, તેને વધારે ને વધારે વિવેકી, વિકાસને માટે મદદરૂપ ને પ્રભુમય કરવાની દૃષ્ટિ ને પદ્ધતિ જ મને વધારે પસંદ પડી છે, સાચી લાગી છે, ને માનવના મંગલને માટે ઉપયોગી જણાઈ છે. એ રીતે જોઈએ તો પ્રેમ મારે મન એક સાધના છે, સિદ્ધિ છે, ને સંસારની મહામૂલી મૂડી કે થાપણ છે. એના સિવાય સંસાર સાચે જ નીરસ હોત. પરમાત્માનો પરિચય કરવાના મહાકાર્યમાં એનો ફાળો ઘણો મોટો છે, એ તો જાણીતું છે. પરમાત્મા પોતે પ્રેમસ્વરૂપ છે ને પ્રેમ જ્યારે પવિત્ર થાય છે ને પ્રબળ બને છે ત્યારે પરમાત્માનો પરિચય કરી શકે છે. એ વખતે ને એની પહેલાં, પ્રેમીના અંતરના ને અણુએ અણુમાં સ્નેહનું સુધામય, સનાતન સંગીત ઉત્પન્ન થાય છે, ને તેનું જીવન ધન્ય બની જાય છે. એ સનાતન સંગીતની આછીપાતળી અભિવ્યક્તિ આ સંગ્રહમાં સહજ રીતે જ થઈ ગઈ છે. તેનો સ્વાદ જે લેશે તે રસ ને તાજગી મેળવશે એવી આશા છે. - શ્રી યોગેશ્વરજી |
| |||||||||||||||||||||||||


