| Download details |
શ્રેય અને સાધનામાં શ્રી યોગેશ્વરજીના જીવનના અંગત અનુભવો, દર્શનો અને સાધનાકાળ દરમ્યાન થયેલ સંત મહાત્માઓની મુલાકાતનું રસપ્રદ આલેખન છે. શ્રી યોગેશ્વરજીનો ભિક્ષુ અખંડાનંદ, મહાત્મા ગાંધી, શ્રી રમણ મહર્ષિ, માતા આનંદમયી, પ્રભુદત્ત બહ્મચારી ને હનુમાનદાસજી જેવા જાણીતા મહાત્માઓથી માંડીને નેપાલીબાબા, વેદબંધુ, ચેલના મહાત્મા, હરિદાસજી, અન્નદાતા જેવા અજ્ઞાત અથવા ઓછા જ્ઞાત મહાત્માઓ સાથે સંબંધ કેવા સંજોગોમાં અથવા તો સાધનાની કેવી અવસ્થામાં થયો તેની માહિતી આ પુસ્તકમાંથી મળી રહેશે. સાધનાના માર્ગે મુસાફરી કરતા કે કરવા માંગનાર માનવોને આ સામગ્રી એક યા બીજી રીતે ઉપયોગી થઈ પડશે. આ પુસ્તક એક રીતે જોવા જઈએ તો એમની આત્મકથાનો અંશ છે. વાચકોની જાણ માટે આ પુસ્તક જ્યારે પ્રકાશન પામ્યું ત્યારે એમની આત્મકથા પ્રસિદ્ધ નહોતી થઈ. જેમણે યોગેશ્વરજીની જીવનસાધનાનો સાતત્યપૂર્ણ ચિતાર મેળવવો હોય એમણે એમની બહુપ્રસિદ્ધ આત્મકથા 'પ્રકાશના પંથે' વાંચવી રહી. E-Book |
| |||||||||||||||||||||||||

