Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આક્રમકોની સાથ, તોડી દો સંગાથ,
વીંખી નાખો પીંખી નાખો, ગળે ભીડતાં બાથ!
દગાબાજની સાથે કેવી દોસ્તીની વાતો?
એકવાર તો કાઢો એને મારીને લાતો !

કપટ કરીને ખંજર એણે છાતીમાં માર્યુ,
ભરખી આજ જવા ભારતને નિશાન છે ધાર્યુ,
હવે એહની સાથે કેવો સ્નેહતણો નાતો ?
એકવાર તો કાઢો એને મારીને લાતો! ....આક્રમકોની સાથ.

હિમાલયતણી અખંડતાને એણે નષ્ટ કરી,
ભારેખમ લશ્કરની સાથે આગેકુચ કરી,
ક્ષુધાર્ત જાણે દાનવ જાગ્યો આજે મદમાતો,
એકવાર તો કાઢો એને મારીને લાતો! ....આક્રમકોની સાથ.

ભરમાશો ના પ્રચાર-જાળે, ચેતીને ચાલો,
ખોયેલી ધરતીને જીતી આનંદે મ્હાલો,
પરાક્રમતણો પાઠ શીખવો રક્તથકી રાતો,
એકવાર તો કાઢો એને મારીને લાતો! ....આક્રમોની સાથ.

- શ્રી યોગેશ્વરજી