if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

गरुडजी ने श्रीराम को नागपाश से मुक्त किया
 
चरित राम के सगुन भवानी । तर्कि न जाहिं बुद्धि बल बानी ॥
अस बिचारि जे तग्य बिरागी । रामहि भजहिं तर्क सब त्यागी ॥१॥
 
ब्याकुल कटकु कीन्ह घननादा । पुनि भा प्रगट कहइ दुर्बादा ॥
जामवंत कह खल रहु ठाढ़ा । सुनि करि ताहि क्रोध अति बाढ़ा ॥२॥
 
बूढ़ जानि सठ छाँड़ेउँ तोही । लागेसि अधम पचारै मोही ॥
अस कहि तरल त्रिसूल चलायो । जामवंत कर गहि सोइ धायो ॥३॥
 
मारिसि मेघनाद कै छाती । परा भूमि घुर्मित सुरघाती ॥
पुनि रिसान गहि चरन फिरायौ । महि पछारि निज बल देखरायो ॥४॥
 
बर प्रसाद सो मरइ न मारा । तब गहि पद लंका पर डारा ॥
इहाँ देवरिषि गरुड़ पठायो । राम समीप सपदि सो आयो ॥५॥
 
(दोहा)
खगपति सब धरि खाए माया नाग बरूथ ।
माया बिगत भए सब हरषे बानर जूथ ॥ ७४(क) ॥ 
 
गहि गिरि पादप उपल नख धाए कीस रिसाइ ।
चले तमीचर बिकलतर गढ़ पर चढ़े पराइ ॥ ७४(ख) ॥

MP3 Audio

 
ગરુડજી શ્રીરામને નાગપાશમાંથી મુક્ત કરે છે
 
ચરિત રામના સગુણ અગાધ પામે પાર ન બુદ્ધિવાણ,
વિરક્ત જ્ઞાની સમજી એમ તર્ક તજીને ભજે સપ્રેમ.
*
વ્યાકુળ સૈન્ય કરી ઘનનાદ પ્રગટ થયો કરતાં દુર્વાદ;
સુણતાં જાંબવાન પડકાર અસુરે કર્યો ત્રિશૂળપ્રહાર.
 
પકડી ત્રિશૂળ તે ન્યારું અસુરતણા ઉરમાં માર્યું;
જાંબવાનનો થતાં પ્રહાર પડયો ધરા પર રિપુ વિકરાળ.
 
પુન: ઘુમાવીને પટકયો પૃથ્વી પર પણ તે ન મર્યો,
નાખ્યો ત્યારે લંકા પર, નિરર્થક બન્યું રિપુનું બળ.
 
(દોહરો)   
દેવર્ષિના સૂચનથી પહોંચી રઘુપતિપાસ,
માયા સર્પસમૂહનો ગરુડે કરતાં નાશ,
 
માયામુક્ત બની ગયા વાનર સઘળા એ,
દોડયા ધારી વૃક્ષ ને પર્વતપથ્થરને.
 
હર્ષાન્વિત કપિસૈન્યનો પામી પ્રબળ પ્રહાર,
વ્યાકુળ બનતાં રાક્ષસો નાઠા ગઢની પાર.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.