Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રેમની પ્રેમની પ્રેમની રે

MP3 Audio

પ્રેમની, પ્રેમની, પ્રેમની રે;
મુને લાગી કટારી પ્રેમની રે ... ટેક

જળ જમુનાનાં ભરવા ગયા'તાં;
હતી ગાગર માથે હેમની રે... મને લાગી કટારી

કાચે તે તાંતણે હરિજીએ બાંધી;
જેમ ખેંચે તેમ તેમની રે... મુને લાગી કટારી

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
શામળી સૂરત શુભ એમની રે... મુને લાગી કટારી

 - મીરાંબાઈ

Add comment

Submit