Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારી લગન નથી મટતી.

ભાવતણી ભરતી હૈયાની લેશ નથી ઘટતી,
શાંત થતી ઊર્મિ નથી એકે, રોજ રહે બઢતી ... મારી.

મૂર્તિ તમારી મંગલ મધુ ના આંખેથી ખસતી;
રોમરોમમાં મધુર તમારી યાદ સદા વસતી. ... મારી.

વિચાર, ભાવ, તમારા ચાકર; મસ્તી ના મરતી;
કવિતા મારી લેશ ન થાકે કીર્તન કૈં કરતી ... મારી.

અખંડ અનુરાગે ઉભરાઈ વૃત્તિ બધી વળતી;
‘પાગલ’ શાંત બનો ના જ્યાંલગ ધ્યેય નથી વરતી. ... મારી.

(રચના: ૨૭-૭-૧૯૫૭, શનિવાર. દિવાસો)

– © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit