Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

રૂપ તમારું અજોડ કેવું, જોતાં થાય ઉમંગ,
પ્રાણ પ્રેમથી મસ્ત બને ને ઉછળી પડતાં અંગ,
અમૃતથી આંખો અંજાયે, મળે હૃદયને રંગ,
કેમે કરી ચહે ના આતમ સ્હેજ છોડવા સંગ.

નથી રૂપ જોયું મેં આવું સંસારે કોઈ,
અનન્ય તેમજ અજોડ એને મોહાયો જોઈ;
સુંદરતા ને શુદ્ધ પ્રેમના કેવા ઉઠે તરંગ,
આની પાસે કરી શકે શું અબજો ભલે અનંગ !

‘પાગલ’ કે’ તારક આત્માનું ખરે તમારું અંગ,
ધન્ય થયો છું તમને પામી હૈ ગૌરવની ગંગ !

(રચના: ૩૧-૭-૧૯૫૭, બુધવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit