Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શ્રદ્ધા મરે નહીં મારી !

આશાની એકે દેખાયે ભલે નહીં બારી;
હૈયું તોયે રડે ના કોદી હિંમતને હારી. ... શ્રદ્ધા.

નિષ્ફળતાના વાય વાયરા, ઉરની પણ ક્યારી;
વેદનનાં વાદળ વરસે છો, જાય ન કંટાળી. ... શ્રદ્ધા.

ચિંતા શોકથકી ન હણાયે, બને સખી સારી;
સફળ કરે જીવનની મોંઘી આ યાત્રા મારી. ... શ્રદ્ધા.

જ્યોત અખંડ જલે છો એની, તિમિર બધું ટાળી;
આતુર આતમ એક કરી દે પ્રેમથકી તારી. ... શ્રદ્ધા.

(૬-૮-૧૯૫૭, મંગળવાર)
– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit