મુજને સ્નેહ સદા કરજો.
મારું ધ્યાન ભલે ધરજો.
ભજું તમોને, રટું, તમે પણ રાતદિવસ રટજો;
મુજને મૂકી પલકભર પણ ના ક્યાંય તમે હઠજો. ... મુજને.
રૂપ તમારું મારા ઉરમાં કામણ છો કરજો;
તમારાય મનને રસ મારો કાયમ છો હરજો. ... મુજને.
‘પાગલ’ પ્રાણ પ્રસાદ ઉભયને નૂતન છો ધરજો;
તાપ થકી સુખમય સાથ ધરી તારીને તરજો. ... મુજને.
(૧૧-૮-૧૯૫૭, રવિવાર)
– © શ્રી યોગેશ્વરજી

