Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બંધન તારા તોડ મનવા, બંધન તારા તોડ.

મનના તાર બધા એક કરી વૃત્તિ પ્રભુમાં જોડ;
પ્રકટે છે તે અનહદ સાંભળ દિવ્ય સદાય સરોદ. ... બંધન.

મલિન વિચાર, ભાવ ને ભાષા ને તજ કર્મ કરોડ;
જાગ્રત થા જો ભક્તિરસનું પ્રકટ્યું નવું પરોઢ. ... બંધન.

રૂપાળા સુંવાળા ટળિયા છોડી છોડ પ્રમોદ;
અમૃતરસના ઉડે ફુવારા કરતા અંગમરોડ. ... બંધન.

મુક્તિનું મંગલ સુખ પામી દળદર તારું ફોડ;
સુધાસભર સારા જીવનની મૂક ભલેને હોડ. ... બંધન.

(૭-૯-૧૯૫૭, શનિવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit