Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વરસાવો વરસાદ, કૃપાનો વરસાવો વરસાદ
ચાહે સકળ સમાજ, કૃપાનો વરસાવો વરસાદ.

માની મને તમારો સ્નેહી સંબંધ કરો ગાઢ;
કરોડ કરુણાઝરણ વહાવો કરતાં કલકલ નાદ. ... કૃપાનો.

તૃષ્ણા ટળે, મટે ચિંતા ને વિરમે વાદવિવાદ;
એવું એક કરી દો મનને નિત્ય તમારે પાદ. ... કૃપાનો.

કમી નથી લવલેશ તમારે, કરજો પ્રેમ અગાઢ;
‘પાગલ’ તનમનમાં છો આવે કૃતાર્થતાની બાઢ. ... કૃપાનો.

(૧૨-૯-૧૯૫૭, ગુરૂવાર. ભાદરવા વદ ૩, દેવપ્રયાગ)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit