Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારું અંતર આ અનુરાગી.

અનુરાગ તમારો છે એમાં દૈવી વીણા વાગી,
ઘટઘટમાં શો શબ્દ સોહાયે, જીવન છે સોહાગી ... મારું.

મથુરાકાશી શાને જાઉં, મળ્યાં તમે અવિનાશી;
રોમરોમમાં તીરથ મારે, એવી પ્રીતિ જાગી ... મારું.

પ્રાણાયામ ખેચરી સાધન ભ્રમણા બીજી ત્યાગી,
અખંડ અમૃતધારા મુજને હાથ મિલનમાં લાગી. ... મારું.

‘પાગલ’ પ્રાણ નિરંતર કરતો આસક્તિ વણમાગી;
તન મન ને અંતર પલટાયા, મિલ્કત અન્ય ન માગી મારું.

(૩-૧૧-૧૯૫૭, રવિવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit