Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મને છોડી દીધો કેમ ?
કાં હજી કરો ના રે’મ ?

સ્મરણમનનમાં વખત વીતાવું પૂજાતપમાં તેમ;
તમારી કૃપાકાજે તલસું કોઈ ‘પાગલ’ જેમ.
તમે જોઈ રે’તા કેમ ? ... મને છોડી દીધો કેમ.

ચાતકથી વધુ ચાહભરેલું અંતર આ મારું;
જીવું કૈંક દિવસથી દિલને વાસીને તાળું.
તોડો ના તેને કેમ ? ... મને છોડી દીધો કેમ ?

દીનદયાળ પતિતપાવન છો ઘણું સાંભળ્યું એમ;
મારે માટે ગઈ સુકાઈ સ્નેહસરિતા કેમ ?
વિસર્યા કાં મારું ક્ષેમ ? ... મને છોડી દીધો કેમ ?

હજી ઘણી વેળા છે આવો, આશ ફળે મારી,
ધન્ય જગતજીવનની ખોલી સત્વર દો બારી.
વરસાવો પ્રેમળ, પ્રેમ ! ... મને છોડી દીધો કેમ ?

(૨૭-૩-૧૯૫૮, ગુરૂવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit